Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબીમાં રોમીયીગીરી કરનારાઓની શાન ઠેકાણે લાવવી મોરબી પોલીસ.

એ ડિવિઝનની ખાસ “સી” ટીમે રોમિયોગીરી સામે ઝુંબેશ હાથ ધરી પાંચ બાઈક ડિટેઇન કરી રોમીયીગીરી કરતા અવારાતત્વો સામે કડક કાર્યવાહી કરી

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર વર્ષોથી વિધાર્થીનીઓની પજવણીનો પ્રશ્ન સળગતો હોય લાંબા સમય બાદ મોરબી એ ડિવિજનની સી ટીમે આ કન્યા છાત્રાલય રોડ ઉપર રોમીયીગીરી કરતા આવારાતત્વોને નથવા કડક ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં પોલીસે રોમીયીગીરી કરતા આવરાતત્વો સામે કડક કાર્યવાહી કરી તેમના મનમાંથી રોમીયીગીરીનું ભૂત ઉતારી નાખ્યું હતું. પોલીસે આ સ્થળે પાંચ બાઈક ઉપરાંત અન્ય 30 જેટલા બાઇકો સામે કાર્યવાહી કરી હતી.

  પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ કન્યા છાત્રાલય રોડ ઉપર અસંખ્ય મહિલાઓની શાળા કોલેજ હોવાથી આ સ્થળ શૈક્ષણિક હબ ગણાય છે. અહીં શાળા કોલેજે નીકળતી વિદ્યાર્થીનીઓને બાઈક ઉપર બેસી કે ઉભા રહીને કેટલાક આવરાતત્વો પજવણી કરતા હોય છે અને આ આવારાતત્વો લાંબા સમયથી રોમીયીગીરી કરતા હોવાથી આખરે આ પ્રકારની અનેક ફરિયાદ મળતા આજે મોરબી એ ડિવિઝનની સી ટીમ એક્શનમાં આવી હતી અને કન્યા છાત્રાલય રોડ ઉપર રોમીયીગીરી નાથવા માટે એ ડિવિજનની સી ટીમના મહિલા પીએસઆઇ સોનારા સહિતના સ્ટાફે ખાસ કડક ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં રોમીયીગીરી કરતા કેટલાક આવરાતત્વો ઝપટે ચડી જતા પોલીસે આવા તત્વોની શાન ઠેકાણે લાવી દીધી હતી.

તેમજ પાંચ બાઈક ડિટેઇન કરી ઉપરાંત પુરપાટ ઝડપે નીકળેલા તેમજ અન્ય ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 30 જેટલા બાઈક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ તકે મહિલા પીએસઆઇ સોનારાએ જણાવ્યું હતું કે અહીંયા દીકરીઓને હેરાન પરેશાન કરતા તત્વો સામે આ કાર્યવાહી ક્યામી ધોરણે ચાલુ રહેશે અને સમયાંતરે આવી કડક ઝુંબેશ કરીને અહીંયા સઘન પેટ્રોલીંગ કરવાનું પણ તેઓએ જણાવ્યું હતું

(12:14 am IST)