Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

તહેવાર પર મોરબી પાલિકાના રોજમદાર કર્મચારીઓ પગારથી વંચિત

વોટર વર્ક, ઓફિસ સ્ટાફ, સેનીટેશન, આઉટડોર સહિતના કર્મચારીઓના પગાર બિલમાં પ્રમુખ દ્વારા સહી ન કરવામાં આવતા પગાર અટકી ગયા.

મોરબી : રાજકારણની આટીઘુંટીમાં મોરબી નગરપાલિકાના સેંકડો રોજમદાર કર્મચારીઓને પગાર ચુકવવામાં હોળીએ હોળી સર્જાઈ છે, વોટર વર્ક, ઓફિસ સ્ટાફ, સેનીટેશન, આઉટડોર સહિતના કર્મચારીઓના પગાર બિલમાં પ્રમુખ દ્વારા સહી કરવામાં ન આવતા નાના કર્મચારીઓ પીસાઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હાલમાં કાયમી ચીફ ઓફિસરની ગેરહાજરીમાં ઇન્ચાર્જને હવાલે મોરબી નગરપાલિકાનું ગાડું ગબડી રહ્યું છે ત્યારે ચાલુ મહિને નગરપાલિકાના વોટર વર્ક, ઓફિસ સ્ટાફ, સેનીટેશન, આઉટડોર સહિતના જુદા-જુદા વિભાગોમાં કામ કરી રહેલા કર્મચારીઓને પગારના ફાંફા થયા છે, જગજાહેર છે એવા પાલિકાના રાજકારણમાં નાના કર્મચારીઓ તહેવાર સમયે જ ભીંસમાં મુકાયા છે. એકાઉન્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રમુખની સહીને કારણે રોજમદાર કર્મચારીઓના અંદાજે 50 લાખના બિલ અટકી ગયા છે.

(12:09 am IST)