Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગોંડલમા વિજળીના ચમકારા અને ગાજવીજ સાથે ભારે પવન : તોફાની વરસાદનુ ભારે ઝાપટું :રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા

ભારે પવન અને તોફાની વરસાદને પગલે વિજળી ગુલ થતા શહેરમા અંધારપટ છવાયો: બીલીયાળા સહિત રીબડા પટ્ટી, કોલીથડ, પાંચીયાવદર, શેમળા સહિત અડધોથી પોણો ઇંચ વરસાદ પડ્યો

ગોંડલમા આજે સાજે વિજળીના ચમકારા અને ગાજવીજ સાથે ભારે પવન ફુંકાવો શરુ થયો હતો બાદમા તોફાની વરસાદનુ ભારે જાપટુ વરસી જતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.ભારે પવન અને તોફાની વરસાદને પગલે વિજળી ગુલ થતા શહેર મા અંધારપટ છવાયો હતો. બીલીયાળા સહિત રીબડા પટ્ટી, કોલીથડ, પાંચીયાવદર, શેમળા સહિત અડધોથી પોણો ઇંચ વરસાદ પડ્યો છે

   
(12:01 am IST)