Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબી: નવયુગ વિદ્યાલયમાં ‘સિતારે નવયુગ’ એન્યુઅલ ફંક્શનની ભવ્ય ઉજવણી કરાઈ: વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો

મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા નવયુગ વિદ્યાલય ખાતે બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓ ખીલે તેવા ઉમદા ભાવ સાથે  ‘સિતા૨ે નવયુગ’ નામક એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો હતો.

  આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મો૨બીની નવયુગ વિદ્યાલય ‘સિતારે નવયુગ” એન્યુઅલ ફંક્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં  S.S.C. અને H.S.C. બોર્ડમાં આવેલ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ તથા બોર્ડનું ઉચ્ચ રીઝલ્ટ લાવનાર શિક્ષકોને શિલ્ડ, ગીફ્ટ અને ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્કૂલ કક્ષાએ વિવિધ પ૨ીક્ષાઓ તથા ઈત્તર પ્રવૃતિમાં જિલ્લા તેમજ રાજયકક્ષાએ સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને પણ નવાજવામાં આવ્યા હતા. જેમાં શાળા કક્ષાએ તમામ ક્ષેત્રે બેસ્ટ પર્ફોમન્સ આપનાર વિદ્યાર્થીઓમાં હિત એ.અઘેરા, નિજ એમ.કંડિયા , રાધે એ. ભેંસદડિયા, સંસ્કૃતિ એ. દેત્રોજા , નંદની ડી.કાઠિયા અને સ્મિત જે.ચારોલાનું મેડલ તથા શિલ્ડથી સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજ૨ ૨હી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરી પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. જયારે નવયુગ વિદ્યાલયના સુપ્રિમો પી. ડી. કાંજીયા, રંજનબેન પી. કાંજીયા તથા મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાની પ્રેરણા અને માર્ગદર્શનથી નવયુગ વિદ્યાલયના સમસ્ત સ્ટાફે જહેમત ઉઠાવેલ છે અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

(11:08 pm IST)