Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબીના પીપળી ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમમાં આરોપી મુકેશભાઈ લક્ષમણભાઈ સાલાણી શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ ૪ કીમત રૂ.૧૫૦૦ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

(11:06 pm IST)