Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ : કયાંક કયાંક કરા પડ્યા : પોપટડી નદીના ઉપરવાસ ભાગમા પુર : મરચા માર્કેટમાં પાણી ઘુસ્યા : ઘઉ-ધાણા સહિતના પાકને નુકસાન : વીજળી ગુલ અને પુરવઠો પુન : સ્થાપિત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.6 : વિસાવદર પંથકમા સોમવારે બપોર બાદ લગભગ સાડા ત્રણ - ચારના સુમારે એકાએક વાતાવરણ પલટાયુ હતુ અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો.કયાંક કયાંક કરા પણ પડયા હતા.લાલપુર પાસે પોપટડી નદીમા ઉપરવાસ ભાગમા પુર પણ આવ્યુ હતુ.વિસાવદર મરચા માર્કેટમા પાણી ઘુસી ગયા હતા.વા-ઝડી સાથેના વરસાદ સાથે જ વીજળી ગુલ થઈ હતી.જો કે, આ લખાઈ રહ્યુ છે ત્યારે વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવામા આવ્યો છે.કમોસમી વરસાદના પરિણામે ઘઉ-જીરૂ સહિતના પાકોને ભારે નુકસાન થતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

વિસાવદર તાલુકાના લાલપુર-જેતલવડ-વેકરીયા-ઘોડાસણ-કાલાવડ-કાલસારી-અંબાળા-ભલગામ-સતાધાર ડેમ-મંડોરિયા સહિત વરસાદના વાવડ છે.

 

(7:29 pm IST)