Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અણધારી આફત : મોરબી જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, ધરતીનો તાત ચિંતામાં.

માળિયા વનાલિયા સોસાયટી, લાલપરમાં કરા પડયા: ટંકારાના જબલપુર ગામ અને આસપાસના ગ્રામ્ય પંથકમાં કમોસમી ઝાપટું .

મોરબી : વાતાવરણમાં થઈ રહેલી પરિવર્તનને પગલે મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાયુ હતું. જ્યાં શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજ ફરી વળ્યું છે. આ ઉપરાંત ટંકારા તાલુકાના જબલપુર ગામ અને આસપાસના ગ્રામ્ય પંથકમાં કમોસમી ઝાપટું વરસી ગયું હતું.

હાલ જીરૂ, ઘઉં, ચણા, ધાણા સહિતના રવિ પાક તૈયાર થઈ ચૂક્યા છે અને ખેડૂતો લલણીમાં વ્યસ્ત છે. ત્યારે મોરબી જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી.
કમોસમી વરસાદને પગલે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છિનવાતા ખેડૂતોને જાણે આખા વર્ષની કમાણી તણાઇ રહી હોય તેવો ભાસ થતો હતો. હાલ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડીનું જોર વધ્યું હતું અને મહતમ તાપમાનમાં મોટો ઘટાડો આવ્યો હતો.
મોરબીની માળીયા વાનાલિયા સોસાયટી, લાલપર ગામે કરા પડયા નું જાણવા મળ્યું છે.

 

(7:24 pm IST)