Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સાવરકુંડલા ખાતે સાંજે જોરદાર વરસાદ

(દીપક પાંધી દ્વારા)સાવરકુંડલા તા.૬ સાવરકુંડલા ખાતે સોમવારે સાંજે 5:00 વાગે આકાશ માં એકાએક વાદળો ધસી આવ્યા હતા અને ઘોર અંધારું છવાઈ ગયું હતું. વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વીજળી પડતી હોય તેનો લાઈવ ફોટો સાવરકુંડલાના યુવા વેપારી સાગર  ઓંધિયા એ ઝડપી લીધો હતો. એકાએક વરસાદ તુટી પડતા વેપારીઓ માં દોડધામ મચી ગઈ હતી.

(6:36 pm IST)