Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

‘ઓશો'ના જીવન આધારીત ફિલ્‍મમાં જોવા મળશે ગોંડલના કલાકાર ધીરજ મકવાણા

 

રાજકોટ તા. ૬: ઓશો' જીવન પર બોલીવુડ મુવી મેકરો ફિલ્‍મ બનાવે તે પેલા ડાયરેકટર એસ. રિતેશકુમાર તથા નિર્માતા વિજય ગાલા પ્રેમલ ક્રાંતિ (બેનર) ફિલ્‍મસ પ્રસ્‍તુત, બેનર નેજા હેઠળ ફિલ્‍મ બની ગઇને આ લોકોએ જબ્‍બર અથાગ મહેનત કરીને એક મોટો ભારતમાં ધડાકો બોલાવી દીધો છે. આ ફિલ્‍મમાં ઓશોના અવતારમાં ખ્‍યાતનામ કલાકાર ભોજપુરી ફિલ્‍મના સુપર સ્‍ટારને ઘણી સુપરહીટ હિન્‍દી ફિલ્‍મમાં હીરો તરીકે કામ કરી ચુકેલા રવિકિશન મુખ્‍ય ભુમિકામાં કામ કરી રહ્યા છે. જેઓ ઉત્તર પ્રદેશના સાંસદ પણ છે. આ ફિલ્‍મમાં ગુજરાતના યુવા કલાકાર ધીરજ મકવાણાને કામ કરવાનો મોકો મળેલ છે. જેઓને ભગવાન ઓશો' આધારિત આ ફિલ્‍મમાં ચમકવાનો મોકો મળેલ છે. આ ફિલ્‍મ ઓ.ટી.ટી.માં રીલીઝ થઇ રહી છે. તા. ૬ માર્ચના મેકસ પ્‍લેયર પર નિહાળી શકાશે.

(4:27 pm IST)