Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

હોલી ખેલુત નંદલાલ...બીરજ મેં

ફાગણ સુદ પુનમનો દિવસ એટલે હોલીકા દહનનો દિન. આ દિવસનો તત્‍વાર્થ એવો છે કે આપણે પણ આપણા લોભ, મોહ, રાગ, મત્‍સરને બાળીને ભસ્‍મ કરવાના છે. હોળીનો બીજો દિવસ એટલે ધુળેટી તથા ફુલડોલોત્‍સવનો શુભ દિન

શ્રી કૃષ્‍ણ મંદિરોમાં દ્વારકા, ડાકોર, શ્રીનાથજી તથા ઇસ્‍કોન અને વિવિધ હવેલીઓમાં શ્રીજીને વિવિધ ભોગ ધરવામાં આવે છે. નવા વષાો, વાઘા, અલંકારો પહેરાવાય છે તથા નુતન ધજા પણ અર્પણ કરવામાં આવે છે. વ્રજ, બરસાના અને મથુરામાં રંગોત્‍સવ રંગેચંગે ઉજવવામાં આવે છે નંદલાલા ગોપીઓને પોતાના પ્રેમના રંગમાં રંગે જ છે પરંતુ સાથેસાથ રંગભરેલી પીચકારીથી તેમના વષાો પણ ભીના કરે છે. રાધિકાજી પણ રંગમાં રંગાઇને શ્રી કૃષ્‍ણ તત્‍વને પામવા ઘેલા બને છેે. સુંદર રંગબેરંગી વષાોમાં સજજ રાધાજી શ્રી કૃષ્‍ણને વિનવે છે. મત મારો શ્‍યામ પીચકારી, મોરી રંગ દી ચુનરિયા સારી રે...

ધુળેટીના પ્રેમભીના પર્વતે સહુ ઉમંગથી ઉજવે છે. એક ગીતમાં ભલે કહયુ છે,શ્‍યામ રંગ સમીપે ન જાવુ પરંતુ અહી સાચા શ્‍યામ તો સ્‍વયં ઘનશ્‍યામ છે તેમનો રંગ ભલે શ્‍યામ હોય, પરંતુ તેમનો પ્રેમનો ભાવ અમર છે તેમની લાગણીઓમાં ભીંજાવું કોને ન ગમે? સમગ્ર ગ્રામજનો, નગરજનો હોળી-ધુળેટીનું પર્વ ભારે ઉત્‍સાહથી ઉજવે છે.

કાનુડો પણ રસ્‍તે જતી પનીહારીઓને પજવે છે, છેડે છે, છેડતી કરે છે. ગોપીઓ પણ કન્‍હૈયા પાછળ ઘેલી બને છે. રંગમાં રંગાયેલી ગોપીઓ અને કાનો અંતે રાસ રમે છે. ગોવાળીઓના મુખ પર પણ અબીલ-ગુલાલ દેખાય છે. શ્‍યામના પ્રેમના રંગમાં રંગાયેલ નર-નારીઓની આંખો ભીની થઇ જાય છે. સમગ્ર દિન, સાંજ સુધી વ્રજવાસીઓ વૈકુઠ મળ્‍યાનો અહેસાસ અનુભવે છે. બરસાના પણ રંગભાગો ઉત્‍સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે. નગરમાં આનંદ તથા ઉત્‍સાહનો માહોલ છે. એકબીજા પર ગુલાલ છાંટવામાં તથા પીચકારીથી રંગવામાં લોકો ભાનભુલી જાય છે.

ભરત અંજારિયા મો.૯૪૨૬૪ ૧૭૮૫૪

(3:39 pm IST)