Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ખંભાળીયાઃ રાજયમાં ૩ાા લાખ ર૧ પ્રકારના દિવ્‍યાંગો માટે શાળાની અંદર શાળા બનાવવા શિક્ષણ વિભાગનું આયોજન

શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોટની જાહેરાત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૬ :.. સુપ્રિમ કોર્ટ દ્વારા રાજયના દરેક દિવ્‍યાંગ બાળકોને સામાન્‍ય બાળકો જેવું શિક્ષણ મળે તે માટે કરાયેલા ખાસ આદેશના અનુસંધાને ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા આ માટે ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવ્‍યાનું શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોરે જણાવ્‍યું હતું.

ગુજરાત રાજયમાં વિવિધ ર૧ પ્રકારના નોંધાયેલા દિવ્‍યાંગો માટે શાળાની અંદર શાળા જે ખાસ દિવ્‍યાંગ બાળકો માટેની હશે તે માટે ત્રણ હજાર જેટલા સ્‍પેશ્‍યલ એજયુકેટેંડ શિક્ષકોની ખાસ ભરતી કરવા નિર્ણય લેવાયો છે. રાજયની દરેક પ્રાથમિક તથા માધ્‍યમિક શાળાઓમાં ચોકકસ શાળાનું એક કલેકટર  હશે જેમાંની એક શાળામાં દિવ્‍યાંગ બાળકો માટે અલગ વ્‍યવસ્‍થા શિક્ષક રૂમ કરાશે. સામાન્‍ય બાળકો જેવા શિક્ષણ સાથેના આ બાળકોનું મુલ્‍યાંકન અલગ પ્રકારના પ્રશ્ન પત્રથી કરવામાં આવશે.

(2:07 pm IST)