Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અમરેલી અને બગસરામાં કોરોના કેસ આવતા ચિંતા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૬ :.. કોરોનાએ અમરેલી જિલ્લામાં હાહાકાર મચાવ્‍યા બાદ ફરીથી ફુંફાડો માર્યો હોય તેમ બે મહિના બાદ કેસો આવવા શરૂ થઇ ગયા છે. અમરેલીમાં કોરોના કાળ વખતે ર૩ અને બગસરામાં ૬૦ કેસો હતા છેલ્લા ત્રણ દિવસમાં એક કેસ બગસરામાં અને એક કેસ અમરેલીમાં જોવા મળ્‍યો હતો. આમ ફરીથી કોરોનાના દર્દીઓ શરૂ થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે આરોગ્‍ય તંત્ર દ્વારા જિલ્લામાં પુરતી વ્‍યવસ્‍થા હોવાથી લોકોએ ગભરાવવાના કોઇ કારણો નથી.

આપઘાત

જેસીંગપરા ધારી રોડ પટેલ કોલોનીમાં રહેતી ભાવનાબેન મુકેશભાઇ વાઘેલાને તા. ૩-૩ ના બપોરના પતિ મુકેશભાઇ બાલાભાઇ વાઘેલા હિરા ઘસીને ઘરે આવતા પત્‍નિએ જમવાનું બનાવેલ ન હોય જે પ્રશ્ને બોલાચાલી થતા પોતાને લાગી આવતા છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતા મૃત્‍યુ પામ્‍યાનું પતિ મુકેશભાઇ વાઘેલાએ સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે

(2:25 pm IST)