Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ભાવનગર - સિહોરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્‍યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૬: ભાવનગર શહેરમાં ગઈ કાલે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો હતો અને આકાશમાં વાદળો ઘેરાયા હતા ઠંડા પવન ગાજવીજ સાથે ભાવનગર શહેરમાં વરસાદ વરસ્‍યો હતો.ભાવનગર શહેરના મોટાભાગના વિસ્‍તારોમાં રોડ પલળી ગયા હતા.વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.તદુપરાંત સિહોરમાં પણ વરસાદ ખાબકયો હતો.

જોકે આજે સોમવારે સવારથી જ વાતાવરણ ચોખ્‍ખું થયું હતું અને તડકો નીકળ્‍યો હતો.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો હતો અને આકાશમાં વાદળો ઘેરાયા હતા ઠંડા પવન ગાજવીજ સાથે ભાવનગર શહેરમાં વરસાદ વરસ્‍યો હતો. ભાવનગર શહેરના મોટાભાગના વિસ્‍તારોમાં રોડ પલળી ગયા હતા.વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ભાવનગર શહેરમાં વાદળ છાંયુ વાતાવરણ વચાળ શહેરના અનેક વિસ્‍તારોમાં વરસાદી ઝાપટા પડ્‍યા હતા.ભાવનગરની સાથો સાથ જિલ્લાના ગ્રામ્‍ય પંથકો સિહોરમાં પણ વાદળ છાંયુ વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદ ખાબકયો હતો.

દરમિયાન આજે સોમવારે સવારે વાતાવરણ ચોખ્‍ખું થઈ ગયું હતું અને શહેરમાં અને જિલ્લામાં તડકો નીકળ્‍યો હતો.

(1:37 pm IST)