Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબીના ખોખરા હનુમાન નજીક અજાણ્‍યા યુવકની લાશ મળી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૬: મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીક અજાણ્‍યા યુવકનો મળતદેહ મળ્‍યો છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બેલા ગામના રહેવાસી કાંતિલાલ બચુભાઇ ઉઘરેજાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, ખોખરા હનુમાન મંદિર પાસે આશરે ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરના એક અજાણ્‍યા પુરુષ નો મળતદેહ પડ્‍યો છે. જેથી મોરબી તાલુકાનો સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો અને નોંધ કરીને મળતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડી મળતકના વાલી વારસોની શોધખોળ કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:36 pm IST)