Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબી અને જાુંબડીયા ગામે જુગારના દરોડો : ૧૪ પતા પ્રેમીઓ ઝપટે પડી ગયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૭ : મોરબી શહેર અને જાંબુડીયા ગામે જુગાર રમતા ૧૪ શખ્‍સો પોલીસની પટે ચડી ગયા હતા.  મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખત્રીવાડ ૨ શેરીના નાકે સ્‍વામિનારાયણ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હસમુખભાઇ બળવંતભાઇ ચૌહાણ, કિશન દિનેશભાઇ ઝીંઝુવાડીયા, સિકંદરભાઇ હુસેન શેખ, અકબર જમાલભાઇ સીપાઇ અને રહીમ  હુસેનભાઇ રાઠોડને રોકડ રકમ ૧૬,૨૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દેરોડોમાં મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન જાંબુડીયા ગામની સીમ સલાટવાસ, ધાવડી માતાજીના મંદિર પાસે જુગાર રમતા  મનોજભાઇ દેવજીભાઇ ઇન્‍દરીયા, નરેશ દેવશીભાઇ સારલા, પ્રદેશ દેવજીભઇ ઇન્‍દ્રીયા, કમલેશભાઇ અમરશીભાઇ ખરા, ઇકા અબ્રામભાઇ મુંધવા, કાદર બચુભાઇ ભરવાડીયા, જગમાલ રતીલાલ ઇન્‍દરીયા, ભરત કરશનભાઇ ઇન્‍દરીયા અને અરવિંદ મુળુભાઇ પરમારને રોકડ રકમ ૧૩,૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે(૯.૭) 

(1:31 pm IST)