Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબી- જેતપુર હાઇવે ઉપર બેકાબૂ ટ્રકે બાઇકને ઉલાળતા હરક પ્રેમભાઇનું મોત : એકને ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૭ : મોરબી જેતપુર હાઇવે પર બેકાબુ ટ્રકે એકટીવાને ઠોકર મારતા  અકસ્‍માત સર્જાયો હતો. જ્‍યાં એકટીવા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો પાછળ બેઠેલ અન્‍ય એક વ્‍યક્‍તિને ઈજા થતા તેનું મળત્‍યુ નીપજ્‍યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના બેલા ગામની સીમમાં રહેતા પદમ બાલે બહાદુરે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના બનેવી શંકરાભાઇના બનેવી હરક પ્રેમભાઇ સોની ઇડા ની કેબીનમા નોકરી  કરે છે અને  શંકરભાઇનુ કામ હોવાથી બન્ને તેમના શેઠનુ નંબર પ્‍લેટ વગરનું બ્‍લેક કલરનુ એકટીવા લઈને નીકળા હતા. 

એકટીવા પદમભાઈ ચલાવતા હતા અને હરકભાઈ પાછળ બેઠા હતા તેઓ રાતના રાતના મોરબી જેતપર હાઇવે રોડ પીપળી ગામ નજીક આવેલ નાયરા પેટ્રોલ પંપની સામે પહોંચ્‍યા એ સમયે બેકાબુગતિએ આવતા ટ્રકે એકટીવાને પાછળથી ઠોકર  મારતા  અકસ્‍માતને પગલે પદમભાઈને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્‍યારે એકટીવાની પાછળ બેઠેલ હરકભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પગલે બંનેને મોરબીની સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. હોસ્‍પિટલે પહોંચતા ફરજ પરના તબીબે હરકપ્રેમભાઈને મળત જાહેર કર્યા હતા. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:30 pm IST)