Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

કુતિયાણાના અમરમાં રોન પોલીસના જુગાર ઉપર દરોડોઃ ૧૦૭૦૦ રોકડા સાથે પાંચ ઝડપાયા

પોરબંદર, તા., ૬: કુતિયાણાના અમર ગામે રોન પોલીસના જુગાર ઉપર પોલીસે દરોડો પાડીને જુગાર રમતા પાંચ શખ્‍સોને ૧૦૭૪૦ની રોકડ સાથે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની  પોરબંદર જીલ્લામાંથી પ્રોહી. જુગારની બદી દુર કરવા માટે આપેલ ડ્રાઇવ અન્‍વયે તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્‍ય શ્રી સુરજીત મહેડુ સાહેબના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્‍ટે.ના પો. સબ ઇન્‍સ. એ.એમ.મકવાણા તથા કુતિયાણા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન અમરગામ ગલીમાં જાહેરમાં અમુક ઇસમો તીનપતી હારજીતનો જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર ચાલુ હોય જેથી હકીકતવાળી જગ્‍યાએ જતા રોન પોલીસ તીનપતી નામનો જુગાર રમતા કુલ પ શખ્‍સોને પ્રતાપ હાજાભાઇ ખુંટી ઉ.વ.પ૭, ખીમાણંદ દેવશીભાઇ ગરેજા, મનસુખગીરી મોહનગીરી મેઘનાથી, સરમણભાઇ રાજાભાઇ ગરેજા, રસીકભાઇ બચુભાઇ દેસાઇને ૧૦૭૪૦ રોકડ સાથે પકડી પાડેલ છે.

આ જુગાર દરોડાની કામગીરી પો.સબ ઇન્‍સ. એ.એ.મકવાણા, પો.હેડ કોન્‍સ. એચ.ડી.સીસોદીયા, પો.કોન્‍સ. ભરત ભોજાભાઇ, પિયુષ રામજીભાઇ, મેરામણ પાલાભાઇ, ભરત શામળાભાઇ વિગેરે કુતિયાણા પો.સ્‍ટે.એ કરી હતી.

(1:25 pm IST)