Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ઘરમાં પ્રેમ સંબંધની જાણ કરતા ધુંવાવમાં પ્રેમીકાને માર માર્યો

જામનગર, તા.૬: અહીં પંચ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ટીનાબેન મેરુભાઈ ચેલાભાઈ કુવરિયા, ઉ.વ.રપ, રે. ધુવાવ હાઉસીંગ બોર્ડ ચાલીના છેડેવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ધુંવાવ હાઉસીંગબોર્ડ ગરબી ચોક, પ્રભુભાઈની દુકાન પાસે આરોપી રવીભાઈ ગોવિંદભાઈ રાકુચાએ ફરીયાદી ટીનાબેનની બહેન રીનાબેન સાથે પ્રેમસબંધ હોય તેની ટીનાબેન એ પોતાના ઘર ના સભ્‍યો ને જાણ કરતા આરોપી રવીભાઈએ તેનો ખાર રાખી લોખંડના પાઈપ વડે ફરીયાદી ટીનાબેનને માથાના લમણા ના ભાગે ઘા મારી ઈજા કરી તથા ડાબા પગે નરના ભાગે ઘા મારી ફેકચર કરી તથા જમણી આંખની નીચે ના ભાગે તથા જમણા પગે ઘા મારી મુંઢ ઈજા કરી ગુનો કરેલ છે.

મોટાવડાળા ગામે જુગાર રમતા પાંચ શખ્‍સો ઝડપાયા

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કુલદીપસિંહ ચંદુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટાવડાળા ગામે, રામમંદિર ચોકમાં આરોપી આરીફભાઈ અકબરભાઈ કાજી, અસ્‍પાકભાઈ મહમહુશેનભાઈ મોગલ, સુભાષભાઈ જીવરાજભાઈ અકબરી, વિજયભાઈ જીવરાજભાઈ અકબરી, અજરૂદીનભાઈ બાવદીનભાઈ મુલ્‍તાની એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૭ર૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જી.જી.હોસ્‍પિટલમાંથી મોટરસાયકલ ચોરી થયાની રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રજાકભાઈ હાસમભાઈ શેખ, ઉ.વ.૪૩, રે. કાલાવડ નાકા બહાર શાહ પેટ્રોલ પંપ સામે સનમ સોસાયટી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, જી.જી.હોસ્‍પિટલના પાર્કિંગમાં ફરીયાદી રજાકભાઈએ સ્‍પેલન્‍ડર  જી.જે.-૧૦-સી.કે.-પ૦૮૭ જેની કિંમત રૂ.૩પ,૦૦૦/- નું પાર્ક કરેલ હોય કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

વાયરની ચોરી કર્યાની રાવ

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં હેમતભાઈ મગનલાલ માણેક, ઉ.વ.પ૧, રે. બાલાજી રેસીડેન્‍સી વાલ્‍કેશ્‍વરીવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ઝાખર ફાટકથી આગળ નકલંકધામ મંદિર પાસે ખુલ્લી જગ્‍યામાં કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ઈલેકટ્રીક થાંભલા ઉપર રહેલ તોશીબા કંપનીનું વીજ ટ્રાન્‍સફોર્મ તોડી અંદર રહેલ કોપર વાયર ૧ર કિ.ગ્રા. કિંમત રૂ.૭૮૦૦/- તથા ટ્રાન્‍સફોર્મમાં રહેલ ઓઈલ ૧પ લીટર કિંમત રૂ.૧૮૦૦/- મળી કુલ કિંમત રૂ.૯૬૦૦/- ના માલ મતાની ચોરી કરી લઈ વીજ ટ્રાન્‍સફોર્મમાં તોડફોડ કરી કુલ કિંમત રૂ.૪૦,૪૦૦/- ની નુકશાની કરી ગુનો કરેલ છે.

પ્રદર્શન ગ્રાઉન્‍ડમાં જુગાર રમતા ત્રણ શખ્‍સો ઝડપાયા

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રવિભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, સાત રસ્‍તા પ્રદર્શન ગ્રાઉન્‍ડ શાકર્માેકેટ પાસે આરોપીઓ સુરેશ ઉર્ફે સુરીયો બાબુભાઈ પરમાર, મુકેશભાઈ ઉર્ફે મુકલો જેન્‍તીભાઈ પરમાર, રાજુભાઈ કરશનભાઈ પરમાર એ જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,પ૪૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:20 pm IST)