Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વેરાવળ સુત્રાપાડા વિસ્‍તારમાં તહેવારોમાં વિદેશી દારૂના દરોડા

વેરાવળ, તા.૬: સુત્રાપાડા વિસ્‍તારમાં વિદેશીદારૂ ના દરોડાઓ પડી રહેલ છે જુદા જુદા ત્રણ દરોડા મા ૪પ બોટલ રૂા.૬૮૦૦ ની કબજે કરી બેની અટકાયત કરેલ હતી.

ખારવા વાડા ધોબીચોક રહેણાક મકાનમાં વિદેશીદારૂ વેચાતો હોય તે બાતમીના આધારે દરોડો પાડતા ગણેશ પ્રેમજીભાઈ વાંદરવાલા પાસેથી બોટલ નંગ રૂા.૩ર૦૦ સાથે આરોપીની અટકાયત કરેલ છે.

બીજા દરોડામાં સુત્રાપાડા બંદર રોડ ઉપર રહેણાંક મકાનમાં વિદેશી દારૂ વેચતા હંસાબેન નથુભાઈ ચૌહાણને બોટલ નંગ ૭ રૂા.૩પ૦ સાથે અટકાયત કરેલ હતી.

ત્રીજા દરોડામાં સુત્રાપાડાના વાવડી ગામે સીમ વિસ્‍તારમાં રહેણાક મકાનના ઢોર બાંધવાના ઢાળીયા માં છુપાવેલ વિદેશીદારૂ બોટલ નંગ ૩૦ રૂા.૩રપ૦ની કબજે કરેલ હતી દરોડા દરમ્‍યાન આરોપી હાજા દેવાયત વાઢેર મળી આવેલ ન હોય તેની સામે ફરીયાદ નોધી વધુ તપાસ હાથ ધરેલ છે.

રંગપુર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામે જાહેરમાં જુગાર રમતા રમેશ ભીમાભાઈ વાજા, કનુ રામભાઈ સોલંકી, અશ્‍વીન બાબુભાઈ ડાકી, મોહન વીરાભાઈ ચાઉ, અરશી દેવસીભાઈ બામણીયાને રોકડા રૂા.૧૦ર૩૦ સાથે ઝડપી પાડેલ હતા.

(2:17 pm IST)