Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

આ વર્ષ સારૂ રહેશે, પુરૂષોતમ મહિનામાં સારો વરસાદ થશે

જૂનાગઢમાં રાધા દામોદરજી મંદિર રાળ ઉત્સવની ઉજવણીઃ રાળની જવાળા પૂર્વ દિશામાં જતા વર્ષ મંગલકારી રહેશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬  આ વર્ષ સારૂ રહેશે એટલે જ નહિ પુરૂષોતમ મહિનામાં પણ સારો વરસાદ   થશે.

રવિવારે હુતાસણીની પૂર્વ સંધ્‍યામાં જૂનાગઢના રાધા દામોદરજી મંદિર ખાતે પવિત્ર દામોદર કુંડના સાનિધ્‍યે રાળ ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો.

રાળ ઉત્‍સવની ઉજવણી પાછળ કૃષ્‍ણની ગોપીઓના વિરહની ગાથા સંકળાયેલી છે રાળને વિરહનાં તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે.

ગોપીઓ સાથે ભગવાન શ્રીકૃષ્‍ણનો વિરહ જેટલો વધુ હોય એટલી રાળની જ્‍વાળા વધુ ઉંચી જાય છે.

રાધા દામોદરજી મંદિરે રાળ ઉત્‍સવની ઉજવણીના ભાગરૂપ મુખ્‍યાજીએ મશાલ પર રાળ નાખતા તેની જ્‍વાળા પૂર્વ દિશામાં ગઇ હતી. આથી આ વર્ષ મંગલકારી રહેશે. અને પવિત્ર પુરૂષોતમ મહિનામાં પણ વરસાદ  થશે. રાળ ઉત્‍સવમાં મોટી સંખ્‍યામાં વૈશ્‍ણવો સહભાગી થઇને ધન્‍ય બન્‍યા હતા.

(1:16 pm IST)