Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જેતપુરમાં ૪૦ બોટલ દારૂ પકડાયોઃ આરોપી મેહુલ છનન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૬ : શહેર પોલીસને જુના પાંચપીપળીયા રોડ, જનતાનગર-ર વિસ્‍તારમાં રહેતો મેહુલ દેવાંતકાએ પોતાના ઘરની સામે આવેલ ખુલ્લા પ્‍લોટમાં બાવળની ઝોળી  નીચે ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો રાખેલ હોવાની બાતમી મળતા રેઇડ કરતા બાવળની ઝાંળીમાંથી ઇંગ્‍લશી દારૂની બોટલો નંગ-૪૦ કિ. રૂપિયા ૧૦,૭૮પ નો મળી આવેલ જો કે રેઇડ દરમ્‍યાન આરોપી મેહુલ નરેશભાઇ દેવાંતકા નાશી છુટેલ હોય પોલીસે દારૂનો કબ્‍જો લઇ મેહુલ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છ.ે

તેમજ વિરૂપુર પોલીસે રબારીકા ગામની સીમમાં નદીના કાંઠે રેડ કરી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૮૦૦ મળી આવતા ત્‍યા હાજર રહેલ દિપક મગનભાઇ પરમાર (સરધારપુર) ને દારૂના આથા સહીત કુલ રૂ.ર૪૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી આથા અંગે પુછપછર કરતા રબારીકા ગામે રહેતા યુવરાજ બિસુભાઇ લાલુનો હોવાનું જણાવતા પોલીસે બન્‍ને વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધેલ.

(1:13 pm IST)