Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જૂનાગઢમાં બે મહિલા સહિત આઠ જુગાર રમતા ઝડપાયા

જૂનાગઢ,તા. ૬ : જૂનાગઢમાં નીચલા દાતાર નજીક ઝાડ નીચે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે ખાલિદ મહંમદ મસ્‍કતી, રસુલખા કરીમખા પઠાણ, જયેશ નરસ સરવૈયા, હાજુબેન અર્બુલ, સાધ અને કાજલબેન રવિભાઇ સરવૈયાને રૂા. ૧૧૦૫૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

આ ઉપરાંત એ ડીવીઝન પોલીસે રામદેવપરામાંથી આમદ હુસેન નરજા, જુસલ ઉર્ફે કાળીયો તૈયબ વિશળ અને ભાવેશ હીપાભાઇ ડાભી નામના જુગારીઓની રૂા. ૨૫૫૦ની રોકડ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:12 pm IST)