Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વધારે દારૂ પીવાથી બેભાન થઇ જતા રાજકોટના યુવાનનું મોત

વંથલી પાસેની ઘટનામાં યુવકે સારવારમાં દમ તોડયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬  વધારે દારૂ પીવાથી બેભાન થઇ જતા રાજકોટના એક યુવાનનું જૂનાગઢ સિવિલમાં સારવાર દરમ્‍યાન મૃત્‍યુ થયું હતું.

રાજકોટના હુકડો ચોકડી પાસે આવેલ ગણેશનગરમાં રહેતા ૩૨ વર્ષીય ચિરાગ જયેશભાઇ મલી નામના યુવાને ગત તા. ૨ના રોજ સાંજે જૂનાગઢ જિલ્લાના વંથલી પાસેના એક બેરીંગના કારખાના નજીક વધારે દારૂ પીધો હતો.

આથી જયેશ મલીને જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્‍યાં ગઇ કાલે સાંજે તેનું મૃત્‍યુ નિપજ્‍યુ હતું. વિશેષ તપાસ વંથલીના પોલીસ હેડ કોન્‍સ. પી.બી.હુણ ચલાવી રહ્યા છે.

(1:10 pm IST)