Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

કેશોદના ઇસરામાં ધુણેશ્વર બાપાની જગ્‍યાએ પરંપરાગત ધુળેટીના દિવસે સ્‍વયંભૂ લોકમેળો

૨૧ ગામનાં લોકો પુત્રરત્‍નની પ્રાપ્તિ થતાં માનતા કરવા આસ્‍થાભેર જોડાય છે

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. ૬ : કેશોદ આસપાસના વિસ્‍તારમાં નાગદેવતાનાં સ્‍થાનક આવેલાં છે જેમાં માણેકવાડા, સોદરડા, કણઝા,  કુંભડી, બામણવાડા ગામે આવેલા નાગદેવતા નાં મંદિરે સૌ આસ્‍થાભેર આવે છે દરેક સ્‍થાન નું અદકેરું મહત્‍વ છે. કેશોદ તાલુકાનાં ઈસરા ગામે નાગકુળના ધુણેヘર બાપાનું સ્‍થાનક આવેલું છે જ્‍યાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે ધુળેટીના દિવસે વહેલી સવારથી સ્‍વયંભૂ લોકમેળો યોજાય છે.

ઘેડ પંથકમાં આવેલ ઈસરા ગામે પુજાતા ધુળેヘર દાદાનાં મંદીરે સીમાડે આવેલાં અખોદર,પાડોદર, ટીટોડી,નુનારડા, બાલાગામ, બામણાસા, ખમીદાણા, ખીરસરા, પાડોદર, સરોડ,   નાનીઘંસારી,     મોટીઘંસારી, ચર,દરસાલી, દિવરાણા, ચાદીગઢ, હાડલા, મટીયાણા, કોયલાણા, મઢડા,  મુળીયાસા, નગીચાણા સહિતના ૨૧ ગામનાં ગામવાસીઓ ગમે તે સ્‍થળે રહેતાં હોય તો પણ પુત્રરત્‍નની પ્રાપ્તિ થાય એટલે પ્રથમ ધુળેટીના દિવસે માનતા કરવા આજનાં આધુનિક યુગમાં પણ આસ્‍થાભેર આવે છે. ં ધુણેヘર બાપાની જગ્‍યાએ એક મુઠ્ઠી ધુળ અને મીઠું ધરાવવાની પરંપરા છે. સંખ્‍યાબંધ લોકો ચાલતાં ચાલતાં કે લોટીને આળોટતા આળોટતા પણ દર્શનાર્થે આવે છે. કેશોદના ઈસરા ગામે આવેલ ધુણેヘર બાપાનાં મંદિરે આસપાસના ૨૧ ગામની દીકરી ને સાસરે વળાવી હોય તો પણ એ ધુળેટીના દિવસે પુત્ર રત્‍ન ની પ્રાપ્તિ થતાં દર્શન કરવા આવે છે. તાજેતરમાં ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ યોજવામાં આવ્‍યો હતો અને હજારો લોકો એ દર્શન નો લાભ લીધો હતો. કેશોદ પંથકમાં ધુળેટીના દિવસે યોજાતાં પરંપરાગત સ્‍વયંભૂ લોકમેળામાં સાંસ્‍કળતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે જેમાં વેશ ધારણ કરીને કાનગોપી ઉપરાંત ઘડા રાસ,થાળી રાસ ની રમઝટ બોલાવી આકર્ષણ ઉભું કરી લોકસંસ્‍કળતિનું જતન કરવામાં આવે છે. ઈસરા ધુણેશ્વર બાપાની જગ્‍યાએ યોજાતા મેળામાં ઘરગથ્‍થુ ચીજવસ્‍તુઓ નાં સ્‍ટોલ, ખાણીપીણી નાં સ્‍ટોલ ઉપરાંત મનોરંજન નાં સ્‍ટોલ ઉભા કરવામાં આવ્‍યા છે. ભાવિકો ભક્‍તો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા આખો દિવસ કરવામાં આવે છે. કેશોદ તાલુકાનાં ઈસરા ગામે પુજાતા ધુળેશ્વર દાદાનાં દર્શનાર્થે ધુળેટીના દિવસે વહેલી સવારથી જ માનવમહેરામણ ઉમટી પડે છે અને આસ્‍થાભેર દર્શન કરી મનોવાંચ્‍છિત ફળ મેળવવા શ્રધ્‍ધાપૂર્વક પ્રાર્થના કરી છે. કેશોદ પોલીસ સ્‍ટેશન નાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી બી કોળી દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે અને ટ્રાફિક જામ ની સમસ્‍યા અટકાવવા આયોજન કર્યું છે. કેશોદના ઈસરા ગામે આવેલ ધુણેશ્વર બાપાનાં મંદિરે પુજા અર્ચના કરતાં જીવણગીરીબાપુ પુજારી પરિવાર અને સરપંચ ગોપાલભાઈ ધુસર ઉપરાંત ધુણેヘર ગળપ તેમજ સમગ્ર ઈસરા ગ્રામજનો દ્વારા સો ભાવિકો ભક્‍તો ને તારીખ સાતમી માર્ચે ૨૦૨૩ મંગળવારે પધારવા  આમંત્રણ આપ્‍યું છે.

(1:08 pm IST)