Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જલારામ મંદિર કેશોદ દ્વારા મેગા કેમ્‍પ સંપન્ન

કેશોદ, તા. ૬:  જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવળત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં ધાર્મિક તહેવારોની ઉજવણી જરૂરિયાત મંદ લોકો માટે સાંજનું અન્નક્ષેત્ર જેમાં દરરોજ એકસો  જેટલા જરૂરિયાત મંદ લોકો પ્રસાદ લેવા માટે આવે છે. તેમજ સરકારની યોજનાઓ ના કેમ્‍પ પણ કરવામાં આવે છે આ ઉપરાંત જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્‍ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્‍પ રાખવામાં આવે છે.

રવિવારે યોજાયેલા મેગા કેમ્‍પની  શરૂઆતમાં કેમ્‍પ ના ભોજનદાતા ગીરીશભાઈ વાછાણી, પ્રવિણદાન ગઢવી, દીનેશ કાનાબાર રમેશભાઈ રતનધયરા તેમજ ડોક્‍ટર તોહલભાઈ તન્નાના હસ્‍તે દિપ પ્રાગટય  કરવામાં આવેલ હતો.

નેત્ર નિદાન કેમ્‍પમાં ૧૭૫ જેટલા દર્દીઓને ડોક્‍ટર પરિતોશ પટેલ દ્વારા તપાસીને ૬૭ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્‍પિટલમાં મોકલવામાં આવેલા હતા.

ડાયાબિટીસ તેમજ બ્‍લડપ્રેશર ચેકઅપ સરકારી હોસ્‍પિટલના ફાર્માસિસ્‍ટ દીપેનભાઈ અટારા તથા જીગ્નેશભાઈ ચાંદેગરા દ્વારા કરવામાં આવેલ 

સાંધા વા સાઈટીકા વગેરે દુખાવા માટે વેદ ઉમેશભાઈ ઉમેશભાઈ ભટ્ટ દ્વારા સેવાઓ આપવામાં આવેલી હતી.

(1:07 pm IST)