Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મીઠાપુર ટાટાકેમ ડી એ પબ્‍લીક સ્‍કૂલનું ગૌરવ

મીઠાપુર : રમત ગમત યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ અને ગુજરાત સ્‍ટેટ એથ્‍લેટીક્‍સ એશોશિયેશન નાં સહયોગ થી ગુજરાત રાજ્‍ય ચિલ્‍ડ્રન યુનિવર્સિટી દ્વારા આયોજિત અન્‍ડર -૧ એથલેટિક્‍સ મીટનું આયોજન તારીખ ૨૬/૨/૨૩ ના રોજ નડિયાદ ખાતે કરવામાં આવ્‍યું હતું. ઉપરોક્‍ત એથલેટિક્‍સ સ્‍પર્ધા વિઘ્‍ન દોડ (ભાઈઓ)માં ૪૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધા માં ટાટાકેમ ડી એ વી પબ્‍લીક સ્‍કૂલ મીઠાપુરનાં ધોરણ ૨ નાં વિદ્યાર્થી કુ. યશવર્ધનસિંહ જાડેજાએ ૬૦ મીટર દોડ અંડર -૯ માં સમગ્ર ગુજરાત માં દ્રિતીય સ્‍થાન પ્રાપ્ત કરી શાળા નું તથા મીઠાપુરનું ગૌરવ વધારેલ છે. તેમને સંસ્‍થા દ્વારા રૂ.૫૧૦૦ નો ચેક, મેડલ તથા સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્‍યું છે. (તસ્‍વીર અહેવાલ દિવ્‍યેશ જટણીયા,મીઠાપુર.)

(12:00 pm IST)