Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વાંકાનેર : પૂ. રણછોડદાસબાપુની પુણ્‍યતિથિની ઉજવણી

 વાંકાનેર : વાંકાનેર ધમલપરમા આવેલ ધાર્મિક સ્‍થળ શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્‍યા ખાતે તા, ૪ મીના શનિવારના રોજ પ, પૂજ્‍ય સદગુરૂદેવ ૧૦૦૮ શ્રી રણછોડદાસબાપુની (  ૩૭ મી પુણ્‍યતિથિ) અતિ આનંદ અને ઉત્‍સાહ પૂર્વક ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે ઉજવણી કરવામાં આવેલ હતી પુ સદગુરૂદેવશ્રી રણછોડદાસબાપુની પુણ્‍યતિથિના પાવન પુણ્‍યશાળી દિવ્‍ય અવસરે સવારે  ૮ થી સાંજના૫:૩૦ સુધી   (  ૧૧ કુંડીનો મારૂતિ યજ્ઞ ) યોજાયેલ હતો સવારે પુ સદગુરૂદેવશ્રી રણછોડદાસબાપુનું વિશેષ પૂજન અર્ચનવિધિ ભક્‍તજનો દ્વારા કરવામાં આવેલ તેમજ સાંજે  ૬  વાગ્‍યાથી મહા પ્રસાદ યોજાયેલ જેમાં હજારો ભાવિકોએ મહાપ્રસાદ લીધેલ હતો તેમજ રાત્રીના ૧૦ કલાકે ભવ્‍ય સંતવાણી - ભંજનનો કાર્યક્રમ યોજાયેલ જેમાં ગુજરાત, સૌરાષ્‍ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી   દલસુખભાઈ પ્રજાપતિ ( ભંજન આરાધક) શ્રી જકનભાઈ વેગડ, ભાવેશભાઈ પટેલ, કશચપ ઉસ્‍તાદ ,રાહુલ મકવાણા, ધ્રુવ ઉસ્‍તાદ વગેરે સાથીદારો સાથે અનેરા સંગીતની શેલી સાથે રાત્રીભર સંતવાણી, ભજનોની રંગત જમાવી હતી આ દિવ્‍ય પાવન પુણ્‍યશાળી અવસરે વાંકાનેર, મોરબી, પાંચાળ ભૂમિ, ઝાલાવાડ, કચ્‍છ, રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી ભાવિકો પધાર્યા હતા અને ધર્મોત્‍સવનો લાભ લીધેલ હતો આ પ્રંસગે શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્‍યાને અનેરા લાઈટ, ડેકોરેશન, રોશનીની સજાવટ કરેલ હતી તેમજ નિજ મંદિરને પુષ્‍પોથી સજાવટ કરવામાં આવેલ હતા સાંજે શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્‍યામા ગુફામા દાદાના દર્શન કરવા માટે ભાવિકોની ભીડ જામી હતી એક દિવ્‍ય ભકિતમય માહોલ  સર્જાયેલ હતુ આટલી વિશાળ મેદનીને પણ બેસાડીને ભોજન પીરસવામા આવેલ હજારો ભાવિકોએ આ દિવ્‍ય મહોત્‍સવનો લાભ લઈ ધન્‍યતા અનુભવેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જોગજતી ગ્રુપના દરેક ભાવિક, ભક્‍તજનોએ જહેમત ઉઠાવેલ હતી.

(12:00 pm IST)