Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગોંડલની હવેલીમાં હોળી ઉત્‍સવ ઉજવાયો

 ગોંડલ : ગોંડલના માર્કેટ યાર્ડ સામે ખોડીયારનગર રોડ સામે આવેલી હવેલીમાં શ્રી વલ્લભાચાર્યને ૧૦૮ શ્રી જયદેવ લાલજી મહારાજને પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક તથા ગોપાલભાઇ સિમેજીયાને દક્ષાબેન ભરતભાઇ દુધાત્રા દ્વારા હોળીનો ઉત્‍સવ ઉજવાયો હતો. હવેલીને ૧ વર્ષ પૂર્ણ થતાં રમેશભાઇ ધડુકે ૨૫ લાખનો ફાળો આપેલ છે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પ્રવિણભાઇ રૈયાણી હાજર રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:55 am IST)