Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

પાટડીમાં દારૂ અંગે દરોડો

વઢાવાણ :  ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક સ્‍ટાફ અજીતસિંહ દેવુભા ડોડીયા, મયુરભાઈ અમથુભાઈ ચાવડા, દશરથભાઈ ઘનશ્‍યામભાઈ ધાંધર દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ વિસ્‍તારમાં પેટ્રોલિંગ  દરમિયાન  બાતમીના આધારે, કિશનભાઈ મેરૂભાઈ  ગામ, પાટડી દશામાં પરામાંના મકાનમાં વિદેશી દારૂનો વેચાણ કરતો હોય રેડ કરતા પકડી પાડ્‍યો હતો આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.પોલીસે  વિદેશી દારૂનો જથ્‍થો રૂપિયા ૯,૬૦૦   કબજે કર્યો હતો અને આરોપી વિરુદ્ધ પાટડી પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

(11:53 am IST)