Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબીમાં ઇજાગ્રસ્‍ત હાલતમાં મળેલા અજાણ્‍યા યુવાનનું રાજકોટમાં મોત

વાલીવારસ હોય તો મોરબી પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૬: મોરબીમાં બસ સ્‍ટેશન પાસેથી ગઇકાલે અજાણ્‍યો આશરે ૪૦ વર્ષનો યુવાન ઇજાગ્રસ્‍ત અને બેભાન હાલતમાં મળતાં મોરબી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. અહિ વહેલી સવારે મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જૂણાચે મોરબી એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના સગા હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

(11:52 am IST)