Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

લોધીકાની રાતૈયા પ્રા. શાળામાં આંતરશાળા સામાજિક વિજ્ઞાન મેળો યોજાયો

 ખીરસરા : લોધીકા તાલુકાના રાતૈયા ગામની પ્રાથમિક શાળામાં સોશિયલ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આજુબાજુના ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ભારત દેશના અનેક રાજ્યોની સંસ્કૃતિ વેશભૂષા આભુષણો ખોરાક તેમજ તિર્થ ધામના ફલોટો બનાવી અનેક રાજ્યોની સંસ્કૃતિનું પ્રદર્શન કરેલ. જેમાં રાતૈયા પ્રાથમિક શાળા દ્વારા તામિલનાડુ રાજ્યની સંસ્કૃતિ મુજબ વેશભૂષા આભુષણો પહેરી ફલોટ બનાવેલ, ખીરસરા તાલુકા શાળા દ્વારા ઉતરપ્રદેશની સાંસ્કૃતિ વેશભૂષા આભુષણો મુખ્યમંત્રી  યોગીજીના વેશભૂષા ધારણ કરી પાત્રો તેમજ શ્રી રામ મંદિર બનાવી ફલોટ રજૂ કરેલ. વાજડી વડ પ્રાથમિક શાળા દ્વારા જમ્મુ કાશ્મીરના ફલોટ બનાવી સાંસ્કૃતિક વેશભૂષા સાથે ફલોટ, હરીપર પાળ પ્રાથમિક શાળા દ્વારા આસામ રાજ્યની સંસ્કૃતિ મુજબ ફલોટ, ઇશ્વરીયા પ્રાથમિક શાળા દ્વારા રાજસ્થાન રાજ્યની સંસ્કૃતિ મુજબ  ફલોટ બનાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં લોધીકા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના બાળકો શિક્ષક ગણ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ રાતૈયા ગામના યુવા અગ્રણી મયુરસિહ જાડેજા શાળાના આચાર્ય સરોજબેન તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહેલ હતા.(તસ્વીર-અહેવાલ : બી.એમ. ગોસાઇ ખીરસરા)

(11:04 am IST)