Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ઉપલેટામાં પોલીસ માટે મેડિકલ ફિટનેસ ચેકઅપ કેમ્પ યોજાયો

 ઉપલેટા : ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ઉપલેટા રહેર તાલુકા ના પોલીસ જવાનો માટે સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગથી  સમાજની રક્ષા કરતા પોલીસ જવાન માટે જનરલ મેડિકલ ફિટનેસ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપલેટા , પાટણવાવ અને ભાયાવદર પોલીસ સ્ટેશનના ૧૨૫ થી વધારે પોલીસ જવાનોના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા . આ મેડિકલ કેમ્પ માં તમામ પોલીસ કર્મચારીના ફિટનેસ અને રૃટિન ચેકઅપ જેવા કે બ્લડ ગ્રૂપ, બ્લડ પ્રેશર, ઇ સી જી., હિમોગ્લોબીન, સુગર, થાયરોઈડ તેમજ આંખોને લગતા તમામ ચેકઅપ કરવામાં આવ્યા હતા. સરકારના હેલ્થ કાર્ડની ગાઈડલાઈન મુજબ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં કોઈપણ રોગ માટે દવાની જરૃર પડ્યે હેલ્થ કાર્ડ દ્વારા દવા ફ્રીમાં મળી રહે તેવું આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૫થી વધુ જેન્સ તેમજ લેડીઝ પોલીસ કર્મચારીઓનું તમામ હેલ્થ ચેકઅપ કરાયું હતું. આ કાર્યક્રમમાં ઉપલેટા પોલીસ સ્ટાફ, તેમજ સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ના જયેશભાઈ ત્રિવેદી, ડો.રાજેશભાઈ ત્રિવેદી જગદીશભાઈ પૈડા,  નીલુભાઈ ગોંધીયા, વિક્રમસિંહ સોલંકી, મનુભાઈ બારોટ સહિત તમામ કાર્યકરો તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, દિનેશભાઈ અમૃતિયા, મયુરભાઈ સુવા, ભાવેશભાઈ સુવા, કિરીટભાઇ પાદરીયા,ધયનાતભાઇ સુવા, ગુણવંભાઈ રણીગા મંજુબેન માકડીયા, પુષ્પાબેન ભારાઈ, ભગવાનદાસ નિરંજની તેમજ રાજકોટ જિલ્લા ડી વાય એસ પી રોહિતસિંહ ડોડીયા  તેમજ ઉપલેટા પીઆઇ કે કે જાડેજા ડોકટર ખ્યાતિબેન કેશવાલા તેમજ  હોસ્પિટલ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપલેટાના સેવાભાવી એવા બે  જાણીતા શ્રેષ્ઠિઓ પુનિતભાઈ ચોવટીયા તેમજ દેવેનભાઈ ધોળકિયાને ઉપલેટા રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.(તસ્વીર-અહેવાલ : કૃષ્ણકાંત ચોટાઇ ઉપલેટા)

(11:07 am IST)