Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

દામનગરમાં સ્પર્ધાત્મક પરિક્ષાર્થીઓ માટે વિના મૂલ્યે તાલીમ વર્ગનો પ્રારંભ

(વિમલ ઠાકર દ્વારા)દામનગર તા. ૬ : શેક્ષણિક સંસ્થા ઓની કાયા પલટ માટે પ્રસિદ્ધ લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલભાઈ અધેરા તાલુકાની તમામ શાળાના વહીવટી પ્રશ્નના ઉકેલ માટે જાણીતા છે. પારદર્શિતા કુશળ કર્મચારી ઉપરાંત શેક્ષણિક સંસ્થાઓના લોકભાગીદારી નવીનીકરણના ઉમદા કાર્યો કરી રહેલ. શિક્ષણાધિકારી અધેરા દ્વારા  દરેક સમાજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની ઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શક બની વિના મૂલ્યે સેવા આપતા રહે છે. 

હવેથી આ સેવા વિસ્તૃત બની લાઠી શહેરમાં  શિક્ષણાધિકારી ગોપાલભાઈ અધેરા રોજ સાંજના ૬-૧૦ થી ૭-૧૦ દરમ્યાન વિના મૂલ્યે સ્પર્ધાત્મક પરિક્ષાર્થી વિદ્યાર્થી માટે તાલીમ વર્ગનો પ્રારંભ કરતા સર્વત્ર ખુશી વ્યાપી જવા પામી છે. ગોપાલ અધેરા ઉપર શુભેચ્છા સાથે અભિનંદન વર્ષા સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓના અગ્રણીઓએ કરી હતી.

(10:57 am IST)