Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જસદણ પાલીકામાં વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂકઃ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનના બોર્ડ ખુરશી હટાવાયા

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ, તા.૬: જસદણ નગરપાલિકામા તારીખ ૨૪ના રોજ ચૂંટાયેલી બોડીની ટર્મ પૂરી થતાં વહીવટી તંત્ર દ્વારા જસદણ મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂક કરતાની સાથે જતા પાલિકા કચેરીમાંમાંથી પ્રમુખ ઉપપ્રમુખના બોર્ડ ઉતારી લેવાયા. આ ઉપરાંત પ્રમુખ ઉપપ્રમુખની ખુરશીઓ પણ ઓફિસમાંથી ઉઠાવી લેવામાં આવી છે અને પ્રમુખની ઓફિસ ઉપર વહીવટદાર નગરપાલીકાનુ બોર્ડ લગાવવામા આવ્‍યુ છે. આ ઉપરાંત કારોબારી ચેરમેનની ચેમ્‍બરને પણ અલીગઢથી તાળા મારવામાં આવ્‍યા છૅ વહીવટદાર શાસન અને ચૂંટણી ન યોજવા અંગે ની જો વાત કરીએ તો ગુજરાત કોર્ટમાં દાદ માગવામાં આવી છે કે રાજ્‍યમાં કાયમી ધોરણે ઓબીસી કમીશનની નિમણૂક કરવામાં આવે કાયમીક ઓબીસી કમિશનની નિમણૂક ના અભાવે પછાત વર્ગને ભારે અન્‍યાય થઈ રહ્યો છે જેવા મતલબની અરજી કોર્ટમાં થઈ હોય આ બાબતે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં અન્‍ય પછાત વર્ગો માટે ની બેઠકો નક્કી કરવા માટે નિવળત્ત મુખ્‍ય ન્‍યાયાધીશ કે એસ ઝવેરી પંચની અધ્‍યક્ષતામા પંચની રચના કરવામાં આવી છે પરંતુ ઝવેરી પંચના સમયસર ના રિપોર્ટના અભાવે સ્‍થાનિક સ્‍વરાજ્‍ય જેવી કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા ગ્રામ પંચાયત જેવી ચૂંટણીઓ પાછી ઠેલાણી છે અમુક ગ્રામ પંચાયત તાલુકા પંચાયતોમાં વર્ષોથી વહીવટદારનું શાસન છે ત્‍યારે હાલ નગરપાલિકાઓમાં પણ વહીવટદારનું શાસન લાદવામાં આવ્‍યું છે ત્‍યારે વહેલી તકે પંચ કોર્ટ સમક્ષ અહેવાલ રજૂ કરે અને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ થાય તેવું સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં લડતા રાજકીય નેતાઓનું કહેવું છે અને આ પ્રશ્‍નને લઈને હાલ જસદણ નગરપાલિકામાં પણ વહીવટદારનું શાસન છે અને મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ખુરશી બૉર્ડ હટાવી દેવામાં આવ્‍યાછે હાલ પાલિકાના પ્રમુખ જૅમ જસદણના મામલતદાર વહીવટદાર છે પ્રમુખની ચૅમ્‍બરમા તેમની એક જ ખૂરશી રાખવામાં આવી છે તેમજ કારોબારી કારોબારીની ચેમ્‍બરને પણ અલીગઢી તાળા મારી અને બંધ કરી દેવામાં આવી છે.

(10:52 am IST)