Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

હોળીના તહેવારે અનોખો ચીલો ચીતરતું કોડીનારનું શેઢાયા ગામ

નવજાત શિશુની હોળી દરમ્‍યાન વાડ કાઢવાની પરંપરા રહેશે કાયમ...પરંતુ ગામમાં દરેક નવજાત શિશુની વાડ એક સાથે જ નીકળશેઃ ગામ સમસ્‍ત જમણવાર એક સાથે જ થશે, અલગ-અલગ જમણવાર નહિ યોજાઈ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૬: હિન્‍દુ પરંપરા અનુસાર હોળીના તહેવાર પ્રસંગે  જે પરિવારમાં હોળી પહેલા જન્‍મેલ બાળકની પ્રથમ હોળી પર વાડ(વાજતે-ગાજતે હોળી ફરતે બાળકની પ્રદક્ષિણા ફરવાની પ્રથા)  કાઢવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે. આ પ્રસંગે   દરેક પરિવારો પોતાનાં પ્રસંગમા પરિવારજનો તેમજ સગા સંબંધીઓ અને ગામ લોકોને આમંત્રિત કરી ભોજન સમારંભ ગોઠવી પોતાની ખુશી વ્‍યક્‍ત કરતા હોય છે. એક જ ગામમાં ૪ થી ૫ બાળકોનો જન્‍મ થયો હોય ત્‍યારે નાના ગામમાં સૌને સબંધ હોય દરેકને ત્‍યાં જમવા જવું શકય બનતું નથી. આથી ભોજનનો બગાડ થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત ખોટો ખર્ચ પણ વધી જાય છે. આથી શેઢાયા ગામના લોકોએ અને અગ્રણીઓ એ નક્કી કર્યું કે સમૂહ વાડ કાઢવી અને સમૂહ જમણવાર જ કરવો જેથી સૌને પોષાય અને દરેકની હાજરી પણ રહે અને ઓછા ખર્ચમાં સામુહિક પ્રસંગ ઉજવાય. ગામના કળષ્‍ણ મંદિરે આ નિર્ણય લેવાયો અને તેનો તાત્‍કાલિક આ વર્ષથી અમલ પણ શરૂ કરવામાં આવ્‍યો. જે નાના એવા ગામની આવકારદાયક અને પ્રેરણારૂપ ઘટના છે.

(10:51 am IST)