Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જસદણના વેરાવળ ભાડલા પ્રાથમિક શાળામાં ૫૯માં સ્‍થાપના દિવસની ઉજવણી

 જસદણ : જસદણ તાલુકાની સરકારી શાળા શ્રી વેરાવળ ભાડલા પ્રાથમિક શાળામા ૫૯ મા સ્‍થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમની સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્‍માન, શિલ્‍ડ તથા વાલી સન્‍માન અને વિશિષ્ટ વ્‍યક્‍તિ સન્‍માનપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં જસદણ તાલુકાના કેળવણી નિરીક્ષકᅠ શ્રી હરીયાણી, ભાડલા સી.આર.સી. કો.ઓ. શ્રી અણિયાળીયા, કનેસરા સી.આર.સી. કો.ઓ. શ્રી રજની, ભાડલા તાલુકા શાળા તથા તમામ પેટા શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, શાળાના ભૂતપૂર્વ શિક્ષકો, ગ્રામજનો, અને અન્‍ય આમંત્રિત મહેમાનો અને વ્‍હાલા બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લઈને કાર્યક્રમની ઉજવણી કરી. શાળાના શિક્ષકો કે.ડી.સોલંકી, વાય.બી.ગેલાણી, એચ.પી.વિસાણા, એચ.કે. દેલવાડીયા અને જે.કે. ચાવડા દ્વારા આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ આ શાળા સ્‍થાપના દિવસની ઉજવણીનુ આયોજન કરવામાં આવેલ હતું. (તસ્‍વીરઃ ધર્મેશ કલ્‍યાણી-જસદણ)

(10:27 am IST)