Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

બેટ દ્વારકાના વિશ્વ પ્રસિધ્‍ધ યાત્રાધામના દાંડી હનુમાન મંદિરનો અનોખો ઇતિહાસ

(ભરત બારાઇ દ્વારા) ઓખા,તા. ૬  દેશના પヘમિ કિનારે આવેલ વિશ્વપ્રસધ્‍ધિ યાત્રાધામ બેટ દ્વારકા દ્વારકાધીશ કૃષ્‍ણ ભગવાનનું મુખ્‍ય નિવાસ્‍થાન ગણાય છે. અહીં આવેલ રામાં અવતાર સમયનું અતિ પ્રાચીન દાંડી હનુમાનજી મહારાજનું મંદિર આવેલ છે.જે મંદિર અનોખો ઇતિહાસ ધરાવે છે. અહીં હનુમાનજી મહારાજ પોતાના પુત્ર મકરધ્‍વજ સાથે બિરાજે છે. વિશ્વમાં આ એક જ મંદિર એવું છે જયા પિતા પુત્ર સાથે જોવા મળે છે. હનુમાન લંકા દહન કરી દરીયો પસાર કરતા તેમના પરસેવાના બુદ મગરમચ્‍છના પેટમાં જવાથી પ્રગટ થયેલા હનુમાન પુત્ર મકરધ્‍વજ આજે પણ આ દાંડી હનુમાન મંદિર બિરાજે છે. આ બંને મૂર્તિમાંથી દર વર્ષે પિતાજીની મૂર્તિ ચોખાના કળ જેટલી જમીનમાં જાય છે. અને પુત્રની મુર્તિ ચોખાના દાણા જેટલી બહાર આવે છે. અહીં ભકતોએ લીધેલી તમામ મનોકામના પૂર્ણ થાય છે. દર હનુમાન જયંતિ નવ દિવસ ખૂબ જ ભકિત ભાવથી ઉજવાય છે. અને નવ દિવસ સુધી શ્રી રામ જય રામ જય જય રામની અખંડ ધુન પણ રાખવામાં આવે છે. બેટ દ્વારકાની યાત્રાએ આવતા તમામ યાત્રીકો અહીં દાંડી હનુમાન મંદિરની મુલાકાતે આવ્યા હતા.

(10:23 am IST)