Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ગ્રામીણ ગુજરાત અને કેન્‍દ્રમાં સુચારૂ આયોજન કરવા ગુજરાત પંચાયત ફાઇનાન્‍સ બોર્ડની માંગણી કરતા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ગાજીપરા

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૬ : ગ્રામીણ ગુજરાત અને કેન્‍દ્રમાં સુચારૂ આયોજન કરવા ગુજરાત ફાઇનાન્‍સ બોર્ડની માંગણી ગુજરાત સરકાર પાસે કરતા શ્રી ગાજીપરાએ વધુમાં જણાવેલ છે કે, ગુજરાત રાજયમાં સમગ્ર ગ્રામીણ ગુજરાતનું નાણાકીય અને વિકાસનું આયોજન ગ્રામ/ તાલુકા/ જીલ્લા પંચાયત દ્વારા થાય છે. જેમાં રાજય નાણાપંચ અને કેન્‍દ્ર સરકારની નાણાપંચની યોજનાનો સમાવેશ થાય છે. રાજય નાણાપંચની ભલામણનો સરકારે સ્‍વીકાર કરવો મરજીયાત છે.

રાજયમાં નગરપાલીકા માટે મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડ છે તે મુજબ ‘પંચાયત ફાઇનાન્‍સ બોર્ડ'ની સરકાર રચના કરવી જોઇએ. સરકારનો આ બંધારણીય અધિકાર છે. ઉપરોકત કેન્‍દ્ર સરકારની પણ ગ્રામ્‍ય વિસ્‍તારમાં સુચારૂ નાણાકીય આયોજન કરવા આ રચાને સમર્થન કરે છે અને આવશ્‍યક પણ ગણાવે છે. ગ્રામીણ ગુજરાતમાં એક સમયે દેશમાં પંચાયતના વિકાસ અને નાણાકીય આયોજનમાં આ૫ણે આજે ૧૮માં ક્રમે છીએ. ગુજરાતનું પંચાયતી રાજ દેશ માટે આદર્શ છે, ફરી ગુજરાતને આપણે નંબર ૧ બનાવવું હોય તો ગ્રામીણ ગુજરાતમાં રાજય અને કેન્‍દ્રમાં નાણાનું સુચારૂં આયોજન કરવા પંચાયત પરિષદના મંત્રી અને જૂનાગઢ જીલ્લા પંચાયતના પુર્વપ્રમુખ -ભરત ગાજીપરા ‘ગુજરાત પંચાયત ફાઇનાન્‍સ બોર્ડ'ની રચના કરવા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને રજુઆત કરેલ છે.

(10:17 am IST)