Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અમરેલીના ધારી અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો : ભારે પવન સાથે વરસાદ

ડાભાળીથી દેવલા તરફ જતા રસ્તા પર વીજ પોલ ધરાશાયી: કેસર કેરી, ઘઉં અને ચોખા સહિતના પાકને કમોસમી વરસાદને કારણે નુકસાનીની ભીતિ

અમરેલીના ધારી અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ ગીર પંથકના વિસ્તારોમાં ભારે પવન સાથએ કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવનને કારણે ડાભાળીથી દેવલા તરફ જતા રસ્તા પર વીજ પોલ ધરાશાયી થયો હતો.

જેને કારણે રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે. કેસર કેરી, ઘઉં અને ચોખા સહિતના પાકને કમોસમી વરસાદને કારણે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે

 

(9:54 am IST)