Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

મોરબીના નીચી માંડલ નજીકની ફેકટરીમાં સીડી પરથી પડી જતા ગંભીર ઇજા થતા 4 વર્ષના બાળકનું મૃત્યુ

મોરબીના નીચી માંડલ નજીકની ફેકટરીમાં સીડી પરથી પડી જતા ચાર વર્ષના બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું જે બનાવ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નીચી માંડલ નજીકની મોન્ટેલો સિરામિકમ રહીને કામ કરતા અનુજકુમાર યાદવનો ચાર વર્ષનો દીકરો અભી ગત તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ ફેકટરીમાં સીડી પરથી પડી જતા માથામાં ગંભીર ઈજા થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:39 pm IST)