Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

મોરબીની કાલિકા પ્લોટની યુવતીએ આપઘાત કર્યો

મોરબી,તા.૬: મોરબીના કાલિકા પ્લોટની રહેવાસી યુવતીએ કોઈ કારણોસર આપઘાત કરી લેતા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જુબેદા રમજાન ફકીર (ઉ.વ.૧૯) નામની યુવતીએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની નોંધ કરી છે તેમજ યુવતીએ કયાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

જાનથી મરી નાખવાની ધમકી આપી

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં આવેલ રામદેવનગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ અમરશીભાઈ સોલંકી (ઉ.૩૮) ને આરોપી સોનલબેન અબ્બાસભાઈ મિયાણા, સોનલબેનનો ડીયર ટપુશ અને બે અજાણ્યા માણસોએ ફરિયાદી પ્રવીણભાઈને હડધૂત કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ડીવાયએસપી હર્ષ ઉપાધ્ઘાય ચલાવી રહ્યા છે.

(1:36 pm IST)