Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ધ્રોલ જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં વિજ્ઞાન દિવસની ઉજવણી

ધ્રોલ : જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની' ઉજવણી કરવામાં આવી. ગડારા ગીતાબેન અને ગામીત હીનાબેન દ્વારા બ્લેકબોર્ડ વર્ક દ્વારા 'રામન ઇફેકટ' દોરીને સમજુતી આપી. તથા સુંદર રંગોળી દ્વારા વિજ્ઞાનનું મહત્વ સમજાવ્યું. ધોરણ ૧૧-એ સાયન્સની વિદ્યાર્થીનીઓ સોનગરા હીના એન્ડ ગ્રુપ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી આધારીત નાટક રજુ કરી ટેકનોલોજીની ઉપયોગીતા સમજાવી. રસાયણ વિજ્ઞાનની પાયાની સંજ્ઞા આધારિત નાટક  ૯-એ ની વિદ્યાર્થીની બહેનો ભીમાણી બંસી એન્ડ ગ્રુપ દ્વારા રજુ કરવામાં આવ્યું. સર ડો. સી.વી.રામણના જીવન ચરિત્ર વિષે સંપૂર્ણ માહિતી વ્યાસ હેતલબેન અને પનારા હસ્તી દ્વારા આપવામાં આવી. સંચાલન શાળાના આચાર્ય વિજયાબેન બોડાના માર્ગદર્શન હેઠળ વ્યાસ હેતલબેન, સોલંકી હર્ષિદાબેન, ધોળકિયા નિશાબેન, મેહતા પારૂલબેન દ્વારા કરવામાં આવ્યું.

(1:35 pm IST)