Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ખંભાળિયા પાલિકા દ્વારા વેરા વસુલાત અંગે મિલ્કતો સીલ કરવાનું શરૂ

ત્રણ દિવસ પહેલા હાજર ચીફ ઓફિસરની કડક કામગીરી

ખંભાળિયા તા.૬ :  નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ઘણા લાંબા સમય પહેલા જેમનો હુકમ થયો હતો તે શ્રી સિંહા ૩-૩-ર૧ના રોજ ફરજ પર હાજર થયા બાદ ફરજ પર હાજર થવાની સાથે જ શ્રી સિંહાએ કડક કામગીરી હાથ ધરીને લાંબા સમયથી વેરા વસુલાત બાકી હોય ઝુબેશ હાથ ધરીને આકરા પગલાના ભાગરૂપે જે તે આસામીઓની મિલ્કતો સીલ કરવા કાર્યવાહી કરતા એક સાથે સામુહિક મિલ્કત સીલની કામગીરી બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

શ્રી સિંહાના માર્ગદર્શન હેઠળ ટેક્ષ વિભાગના શ્રી જીજ્ઞેશભાઇ તથા સ્ટાફ જોડાયો હતો. ખંભાળિયામાં સાંઇનાથ એપાર્ટમેન્ટ, લુહારવાળા વિસ્તાર, પાંચ હાટડી ચોક વિસ્તારમાં દુકાનો મકાનો સીલ કરાયા હતા. મહાલક્ષ્મી ગોલ્ડ એન્ડ સિલ્વર ટચ રીફાઇનરીને પણ સીલ કરવામાં આવી હતી.

૩૩૦ને નોટીસ ઇસ્યુ કરાઇ

ખંભાળિયા પાલિકા વિસતારમાં ાલંબા સમયની મિલ્કતોના ટેકસ ના ભરતા ૩૩૦ આસામીઓને સામુહિક નોટીસો આપીને તુરત તેમણે ટેકસ ભરવા જણાવેલ છે અન્યથા તેમની સામે પણ મિલકત સીલના પગલા લેવામાં આવશે.

પાલિકા સ્ટાફ દ્વારા કડક રીતે મિલ્કતોના સીલની કાર્યવાહી કરતા લોકો જોવા ઉમટયા હતા.

(1:27 pm IST)