Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ઓલ ઇન્ડીયા બીએસએનએલ ડોટ પેન્શનર્સ એશોસીએશન દ્વારા દેખાવો

જામનગર, તા., ૬: એઆઇબીડીપીએ દ્વારા તા.ર૬-ર-ર૦ર૧ કોલ એટેન્ડ ડે ના ભારતભરમાં ડીસ્ટ્રીકટ તથા સર્કલ બ્રાંચો દ્વારા દેખાવો કરી તથા સંચારમંત્રીશ્રી, સેક્રેટરીશ્રી ડીપાર્ટમેન્ટ ટેલીકોમ તથા શ્રી સીએમડી બીએસએનએલને ઇ-મેઇલ દ્વારા બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમીલી પેન્શનર્સના તા.૧-૧-ર૦૧૭ થી પગાર પંચથી ડીલીંક કરી (જુદા પાડી) પેન્શન રીવીઝન તથા તા.૧-૧૦-ર૦ર૦થી  બંધ કરેલ મોંઘવારી બીએસએનએલ વીઆરએસની બાકી રહેતી ૮ ટકા રકમ , મેડીકલના બાકી બીલ ચુકવવા બીએસએનએલના વીઆરએસ રીટાયરીને કલમ ૧પ૪ ઇન્કમ ટેકસ મુજબ આપેલી નોટીસ અંગે યોગ્ય કરવા સીજીએચએસ મેડીકલ સ્કીમ સ્વીકારના બીએસએનએલ  નિવૃત કર્મચારીને તેને ભરેલ તા.૧-૪-ર૦૧૯ થી બાકી રહેનારને રકમ ચુકવા તથા અન્ય   માંગણીના અનુસંધાને યોગ્ય કરવા માંગણી કરવામાં આવેલ.

જેમ કેન્દ્ર સરકારે બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમીલી પેન્શનર્સને પગારપંચ સાથે જોડીને પેન્શન આપવાનું નક્કી કરેલ છે. બીએસએનએલના કર્મચારીને પગાર પંચ ન આપવાનું પણ મોદી સરકારે નિર્ણય કરેલ છે. બીએસએનએલના નિવૃત કર્મચારીને સરકારી પેન્શન આપવાનું પણ કેન્દ્ર સરકારે ૧-૧૦-ર૦૦૦ બીએસએનએલ બનેલ ત્યારે સ્વીકારેલ છે. તે મુજબ જ ર૦૧પ થી સતત  બીએસએનએલના સંગઠનો તા.૧-૧-ર૦૧૭થી પેનશન રીવીઝન કરવાની માંગણી કરે છે. ઉપરોકત બધા નિર્ણયો કેન્દ્ર સરકારે કેબીનેટ દ્વારા લીધેલ છે તે જ રીતે પગાર પંચથી જુદા પાડવાનો નીતી વિષયક નિર્ણય પણ કેબીનેટમાં મંજુર કરવાનું કામ સરકારની ફરજમાં આવે છે. એઆઇબીડીપીએ દ્વારા ભારતભરમાં તા. ૧૬-૩-ર૦ર૧ના ધરણા અંગેના કાર્યક્રમ યોજશે. એન.એન.પટેલ, જે.જી.નાયક, એન.જે.દેસાઇ, એમ.કે.દવે,  વી.એસ.સરૈયા, સી.યુ.દીવેદી, વી.એમ.દરજી,  એ.યુ.પાનેરી, કે.પી.સોલંકી, એચ.એન.પંચોલી, જે.કે.ભગતાણી, વી.કે.પંડયા, એચ.એન.બારૈયા, વી.એચ.હલ્દરીયા વિગેરે એઆઇબીડીપીએ ગુજરાતના આગેવાનોએ કાર્યક્રમો યોજવા અને સફળ બનાવવવા દરેક ડીસ્ટ્રીકટ  બ્રાંચને અપીલ કરેલ છે. મનુભાઇ ચનીયારા એઆઇબીડીપીએના ગુજરાતના સર્કલ સેક્રેટરી તથા રાષ્ટ્રીય સંગઠનમંત્રીના જણાવ્યા પ્રમાણે ગુજરાતભરમાં પણ ઓલ ઇન્ડીયા બીએસએનએલ ડોટ પેન્શનર્સ એસોસીએશન દરેક ડીસ્ટ્રીકટ બ્રાંચ દ્વારા તા.૧૬-૩-ર૦ર૧ના રોજ ધરણા યોજશે.

(1:26 pm IST)