Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

જામનગર કોર્પોરેશન વિસ્તારમાં બિલ્ડીંગોની વપરાશ - વસવાટ પરવાનગી મેળવી લેવા તાકીદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૬ :  જામનગર મ્યુનીશીપલ કમિશ્નરશ્રીએ જણાવ્યું છે કે, મહાનગરપાલિકા વિસ્તારમાં કોઇપણ બાંધકામ કરતા પહેલા બાંધકામના વિકાસ પરવાનગી મેળવી લેવા તથા વપરાશ વસવાટ શરૂ કરતા પહેલા વસવાટની પરવાનગી મેળવવા અંગે કાયદાકીય જોગવાઇ થયેલ છે તે મુજબ તમામ સંબંધિતોએ તેમના જે તે બાંધકામ માટે વપરાશ વસવાટ પરવાનગી મેળવ્યા બાદ જ વસવાટ શરૂ કરવાના રહે છે પરંતુ તેમ છતાં કેટલાક બાંધકામોમાં વપરાશ વસવાટની પરવાનગી મેળવ્યા વગર વપરાશ વસવાટ શરૂ કરેલ હોવાનું ધ્યાને આવેલ છે. આવા તમામ સંબંધિત મિલ્કત ધારકોએ તેમના જે તે વપરાશ હેઠળના બિલ્ડીંગો/મકાનોમાં પી.જી.પી. એમ.સી. એકટ-૧૯૪૯ ની કલમ-ર૬૩ ની જોગવાઇ હેઠળ વપરાશ/ વસવાટ પરવાનગી મેળવી લેવા આથી તાકીદ કરવામાં આવે છે. વધુમાં આવા બાંધકામો પૈકી એપાર્ટમેન્ટો, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, શૈક્ષણિક સંકુલો, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગો રીલીજીયન બિલ્ડીંગો વિગેરે જેવા બાંધકામોમાં ડેવલપેમન્ટ કંટ્રોલ રેગ્યુલેશનની જોગવાઇ અનુસાર પ્રથમ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેકટી રેગ્યુલેશનની જોગવાઇ મુજબનું ફાયર એન.ઓ.સી. મેળવીને વપરાશ/ વસવાટ પરવાનગી મેળવવા અંગે જોગવાઇ થયેલ છે.

હાલમાં નામદાર હાઇકોર્ટમાં પી.આઇ.એલ. ૧૧૮ ઓફ ર૦ર૦ થી થયેલ દાવા પ્રકરણમાં પણ વપરાશ વસવાટની પરવાનગી તથા ફાયર સેફટી મેઝર્સની જોગવાઇઓના પાલન કરાવવા સંબંધે નામદાર હાઇકોર્ટ દ્વારા વચગાળાના હુકમો થયેલ છે.

ઉકત સંદર્ભે જામનગર મહાનગરપાલિકા હક વિસ્તારમાં આવતાં વપરાશ / વસવાટની પરવાનગી મેળવ્યા સિવાય ચાલુ કરેલ વસવાટવાળા બિલ્ડીંગો મકાનો/ મિલ્કતોમાં આર્કિ. એન્જી.શ્રી મારફત વપરાશ વસવાટ પરવાનગીની અરજી રજુ કરીને તાકીદે વપરાશ વસવાટ પરવાનગી મેળવી લેવાની કાર્યવહી કરવા તથા બિલ્ડીંગોમાં ફાયર સેફટી અંગેની જોગવાઇ લાગુ પડતી હોય તેમાં સંંબંધિત ફાયર વિભાગનું એન.ઓ.સી. મેળવી લેવા તમામ ડેવલોર્પ/વપરાશકર્તાઓને તાકીદ કરવામાં આવે છે.

ઉપરોકત આ જાહેર નોટીસ થકી આપવામાં આવેલ સુચનાઓનો અમલ ન થયેથી, આવો બિનઅધિકૃત વસવાટ ખાલી કરાવવા અંગે પી.જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ ની કલમ-ર૬૮ હેઠળની તેમજ જરૂર જણાયે જે તે મિલ્કતના ડ્રેનેજ જોડાણ પાણી જોડાણ કાપવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેશે.

(1:25 pm IST)