Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અથવા વિરોધ પક્ષના નેતાપદે વિરજીભાઇ ઠુમરને મુકો

સાવરકુંડલા,તા.૬ :  ગુજરાત  પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અથવા વિરોધ પક્ષના નેતા પદે વિરજીભાઈ ઠુમર ની વરણી કરવા બુલંદ માંગ ઉઠવા પામી છે 

તાજેતર માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓમાં કોંંગ્રેસ પક્ષ પરાજિત થતા કોંંગ્રેસ પક્ષ ના જવાબદાર અમિતભાઇ ચાવડા એ ગુજરાત પ્રદેશ કોંંગ્રેસ સમિતિના પ્રમુખ પદે અને પરેશભાઈ ધાનાણીએ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષમાં નેતા પદે રાજીનામુ આપી દીધેલ છે ત્યારે સૌરાષ્ટ્રના એક માત્ર એકિટવ અને બાહોશ અનુભવી અને ભૂતકાળમાં સંસદ અને હાલ ગરીબો ખેડૂતો મધ્યમ વર્ગ અને આમ પ્રજા માટે વિધાનસભા ગજવે છે તેવા વિરજીભાઈ ઠુમર ને ગુજરાત પ્રદેશ કોંંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અથવા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પદે નિમણુક કરવા માં આવે તેવી  કોંંગ્રેસ વર્તુળોમાંથી બુલંદ માંગ ઉઠવા પામીછે

તેજાબી વ્યકતા તરીકે અને સંગેઠન ના માહિર અને સમગ્ર ગુજરાતમાં સારી એવી લોક ચાહના ધરાવતા વિરજીભાઈ ઠુંમર -દેશ કોંંગ્રેસ સમિતિના પ્રમુખ પદે વરણી આપવામાં એક પણનો વિલંબ કરવોનો જોઈએ તેમજ અગાઉ બેવાર ધારાસભ્ય અને એક વાર સંસદ સભ્ય રહી ચૂક્યા છે એટલે વિધાનસભામાં લોકોના પ્રશ્નો માટે કેવી રીતે અને કેમ રજુઆત કરવી તેવી ફાવટ અને આવડત  વિરજીભાઈ ઠુમરમાં છે  આવડત અનુભવ અને અભિયાસુ હોવાના કારણે વિરજીભાઈ ઠુમર ને ગુજરાત પ્રદેશ કોંંગ્રેસ સમિતિના પ્રમુખ અથવા ગુજરાત વિરોધ પક્ષના નેતા પડે તાત્કાલિક વરણી કરવી જોઈએ તેવું બુધ્ધિશાળી અને કોંંગ્રેસ વર્ગ ઇચ્છે છે

આવતા દિવસોમાં  આવનારી વિધાનસભાની ચૂંટણીને નજર સમક્ષ રાખી  વિરજીભાઈ ઠુમરને  આ બંનેમાંથી એક પદ ઉપર નિમણુક આપવા વર્તમાન સમયમાં અતિ જરૂરી અને મહત્વની વાત બની છે.

(1:24 pm IST)
  • ગુરુવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના CEO પુનાવાલાએ વિશ્વ બેન્કની પેનલમાં ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે કાચા માલના નિકાસ પર અસ્થાયી અમેરિકી પ્રતિબંધ થી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) જેવી કંપનીઓ દ્વારા કોરોનાવાયરસ રસીના ઉત્પાદનને મર્યાદિત કરી શકે છે જે ગંભીર બાબત છે. access_time 11:58 pm IST

  • ચીને સંરક્ષણ બજેટ વધારીને ૨૦૯ અબજ ડોલર કર્યું:ચીને સંરક્ષણ બજેટને પહેલીવાર ૨૦૦ અબજ ડોલરથી વધુ રકમ સુધી વધાર્યું ચીનનું સંરક્ષણ બજેટ ભારતથી ૩ ગણું વધારીને ૨૦૯ અબજ ડોલર કરાયું: એશિયામાં શસ્ત્ર દોટ વધવાની શકયતા access_time 12:46 am IST

  • બિહારના લઠ્ઠાકાંડમાં કોર્ટે નવ ગુનેગારોને ફાંસીની સજા ફટકારીઃ ચાર મહિલાઓને આજીવન કારાવાસ: બિહારના ગોપાલગંજમાં ૨૦૧૬માં લઠ્ઠાકાંડ સર્જાયો હતો: ઝેરી દારુ પીવાથી ૧૯ લોકોનાં મોત અને દારૂની આડઅસરથી છ લોકોની આંખોની રોશની કાયમ માટે ચાલી ગઈ હતી .. access_time 12:59 am IST