Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

પારેવડામાં શ્રી મહાકાળી મંદિરે યોજાયો ભવ્ય ડાયરો

રાજકોટ જીલ્લાના પારેવડા ગામે શુક્રવારે રાતે શ્રી મહાકાળી માતાજીના મંદિરે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. ભજનીકકલાકારો રાજુભાઇ સાકરીયા, પ્રભુદાસ ગોંડલીયા, મંજુલાબેન ધોરીયા, નાગજીભાઇ મકવાણા, સાજીંદાઓ કાળુભાઇ પંચાળા, ગિરીશભાઇ નિમાવત સહિતે સબરસ સાઉન્ડના સથવારે ધુન ભજનની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં આવેલા ફાળાની રકમનો ઉપયોગ માતાજીના મંદિર માટે કરવામાં આવશે. મુખ્ય અતિથિ તરીકે જીલ્લા પંચાયતના ઉમેદવાર ભરતભાઇ ગોયલ, મનસુખભાઇ ગોવાણી સહિત હાજર રહ્યા હતાં. રાજકોટ-બેડલા ગ્રુપ, સરપંચો, ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી. તેમ બામણબોરથી બાબુભાઇ ડાભીએ જણાવ્યું છે.

(11:46 am IST)