Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ગઢેચીની સીમમાં જુગાર રમતા રાજકોટના ચાર શખ્સો ઝડપાયા

વઢવાણ, તા.૬: ચોટીલા પોલીસ સ્ટફ દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન હકીકત મળેલ કે, વનરાજભાઇ અમરાભાઇ ખાચર રહે. નાના હરણીયા તા. સાયલા વાળો જુગાર રમી રમાડતો હોય અને હાલે તે ગઢેચી ગામની સીમમાં બહારથી બોલાવેલ માણસો દ્વારા જુગારનો અડ્ડો ચાલુ હોય જેથી રેઇડ કરતા ઇકો ગાડીના લાઇટના અજવાળે જુગાર રમતા (૧) પરેશભાઇ જયંતીભાઇ ખત્રી ઉં.વ. ૪૦ ધંધો ઇમીટેશન રહે. રાજકોટ પાંજરાપોળ મેલડી માતાના રોડ પાસે (ર) મુરતુજા હાતીમભાઇ મલકાણી વોરા ધંધો પ્રા.નોકરી રહે.વાકાનેર ચાવડી ચોક ગઢ કુળી તા. વાકાનેર (૩) સંદિપભાઇ નીતીનભાઇ પોપટ લુવાણા ઉવ.૪૦ ધંધો વેપાર રહે.રાજકોટ સાંદનગર સોસાયટી શેરી નં.૩ (૪) નરોતમભાઇ હિરજીભાઇ મકવાણા કોળી ઉવ ૪૦ ધંધો વેપાર રહે. નવા નારાયણકા શિવપુર ગામ કેશુભાઇ વાણંદના મકાનમાં ભાડેથી જી. રાજકોટ (૫) સુનીલભાઇ મનસુખભાઇ જાદવ  વણકર ઉવ ૩૫ ધંધો ડ્રાઇવીંગ રહે. રાજકોટ-ર વીરમાયા પ્લોટ કોટક સ્કુલની પાછળ મોટી ટાંકી ચૌક રોકડ રૂ.૧,૬૫,૦૦૦/ તથા ઇકો ગાડી રજી.નં. જીજે-૦૩ જી-૧૬૭૪ કિ. રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૯૦૦૦/ મળી કુલ રકમ-૩,૭૪,૦૦૦/-ના મુદામાલ સાથે પકડાઈ ગયેલ છે જયારે આરોપી વનરાજભાઇ અમરાભાઇ ખાચર ફરાર થયેલ પકડાયેલ આરોપી વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન જુગાર ધારા કલમ-૧૨ મુજબ ફરીયાદ આપેલ છે.

(11:45 am IST)