Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

મોરબીના મનોદિવ્યાંગ બાળક 'જય ઓરિયા'ને રાષ્ટ્રીય ગ્લોબલ એવોર્ડ એનાયત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૬: દિવ્યાંગ પ્રતિભા માટે રાષ્ટ્રીય સ્તરે આયોજિત 'ગ્લોબલ એકસીલેન્સ એવોર્ડ -૨૦૨૦' જયપુર (રાજસ્થાન)માં ગુજરાત મોરબીના ડાઉન સિન્ડ્રોમ બાળક જય ઓરિયા ને મોડલિંગ/ફેશન વોક માટે ,મેડલ ,શિલ્ડ,સર્ટિફિકેટ સાથે ગ્લોબલ એકસીલેન્સ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવેલ છે, મનોદિવ્યાંગ બાળકો ક્ષેત્રે સ્પેશિયલ ઓલિમ્પિકસ , સમરકેમ્પ માં ભાગ લઈ હવે મોડલિંગ /ફેશન માટે ગોવા ,સિક્કિમ ,બેંગ્લોર જશે

મોરબીમાં જ રહીને તૈયાર થયેલ મનોદિવ્યાંગ બાળક આંતરરાષ્ટ્રીય સ્થરે સ્વિમિંગ ની સ્પર્ધામાં ભાગ લેવા માટેની પ્રેકટીસ કરી રહ્યો છે દેશના વિવિધ રાજયો માંથી ૧૦૦ પ્રતિભાશાળી પ્રદર્શન કરેલ દિવ્યાંગ જનોને સન્માનીત કરવામાં આવ્યા ,આ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ ભરતપુરના મેયર અભિજીત કુમાર અને અધ્યક્ષતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા નિર્દેશક સીમા કપૂર હતા, સામર્થ્ય સેવા સંસ્થાના ડો.સુષ્મા પાંડે અને ચેરમેન ડો.રામજી ચંદ્રવાલ કાર્યક્રમની જવાબદારી સંભાળેલ.

મંચ સંચાલન પત્રકારત્વ ના મહેશ વર્માજી તેમજ રાજસ્થાન ની અગ્રણી ન્યુઝ ચેનલ એવન ટીવી ના એસ એમ એસ ડો. દીનેશકુમારે દિવ્યાંગ જનો માટે પ્રેરક વિચારો પ્રગટ કર્યા હતા દિવ્યાંગ બાળક ને પણ જો સારૂ કોચિંગ મળે તો તેની પ્રતિભાખીલી ઉઠે છે. તેવુ જણાવ્યું હતું.

(11:42 am IST)