Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

વાંકાનેરના દુષ્કર્મ કેસમાં બે આરોપીઓને ૧૦-૧૦ વર્ષની કેદ અને દંડ ફટકારયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૬: વાંકાનેરમાં વર્ષ ૨૦૧૭ માં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેમજ અન્ય ઇસમેં અપહરણ કરી લઇ જઈને દુષ્કર્મ આચર્યું હોય જે દુષ્કર્મ કેસમાં કોર્ટે બંને આરોપીને કસુરવાન ઠેરવી ૧૦-૧૦ વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પંથકમાં વર્ષ ૨૦૧૭ માં સાડા સોળ વર્ષની સગીરા સાથે આરોપી જીવરાજ ઉર્ફે હકો નાથાભાઈ સારદીયા રહે કણકોટ તા. વાંકાનેર વાળાએ સગીરાના દ્યરે આવી આઠથી દસ વખત દુષ્કર્મ આચર્યું હોય તેમજ તેના મિત્ર મુકેશ ખીમા દેવીપૂજક રહે રાતીદેવળી તા. વાંકાનેર વાળો બાઈકમાં અપહરણ કરી કુવાડવા લઇ ગયો હતો અને બાદમાં અંકલેશ્વર લઇ જઈને ઓરડીમાં રાખી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

જે બનાવને પગલે સગીરાની ફરિયાદને પગલે પોલીસે તપાસ ચલાવી બંને આરોપીને ઝડપી લીધા હતા અને દુષ્કર્મ અંગેનો કેસ એક કે ઉપાધ્યાય સ્પેશ્યલ જજ, (પોકસો કોર્ટ) અને એડીશનલ સેશન્સ જન મોરબીની કોર્ટમાં ચાલી જતા મોરબીના સરકારી વકીલ સંજય દવેની દલીલો તેમજ ૨૨ સાહેદો અને ૪૦ દસ્તાવેજી પુરાવાને આધારે કોર્ટે બંને આરોપીને કસુરવાન ઠેરવી સજા ફટકારી હતી જેમાં જીવરાજભાઈ ઉર્ફે હક્કો નાથાભાઈ સારદીયાને કોર્ટે ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ ૨૩૫ (૨) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩,૩૬૬ સાથે વાચતા કલમ ૧૧૪ હેઠળ મદદગારીના શિક્ષાપાત્ર ગુન્હામાં તકસીરવાર ઠરાવી ૭ વર્ષ સખ્ત કેદની સજા અને રૂ ૧૦ હજાર દંડ તેમજ ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ ૨૩૫ (૨) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૬ (૨) હેઠળ તકસીરવાર ઠરાવી ૧ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦ દંડ સહીત વિવિધ કલમો હેઠળ કુલ ૧૦ વર્ષની કેદની સજા અને રૂ ૨૨,૫૦૦ નો દંડ ફટકાર્યો છે.

જયારે અન્ય આરોપી મુકેશ ખીમાભાઈ ઉર્ફે ખીમજીભાઈ વિકાણી નામના શખ્શને કોર્ટે પોકસો એકટ કલમ ૪ હેઠળ તકસીરવાર ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૧૦ હજાર દંડ તેમજ કલમ ૩૬૩,૩૬૬ હેઠળ સાત વર્ષની સખ્ત કેદની સજા અને દંડ મળીને કુલ ૧૦ વર્ષની સજા અને ૨૨,૫૦૦ નો દંડ ફટકાર્યો છે ઉપરાંત ભોગ બનનારને રૂ ૧૦.૫૦ લાખનું વળતર ચુકવવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

(10:26 am IST)